મુંબઈ : આલિયા ભટ્ટની ગણતરી રણબીર કપૂરની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ તરીકે થાય છે. જોકે તેણે એવું કામ કરી બતાવ્યું છે જે રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ નહોતી કરી શકી. દીપિકા અને કેટરિના ભાગ્યે જ આખા કપૂરપરિવાર સાથે જોવા મળી છે પણ આલિયા સતત કપૂરપરિવારની કંપની માણતા જોવા મળે છે. આલિયાએ સમગ્ર કપૂરપરિવારમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. કેટરિના અને દીપિકા લાખ પ્રયાસ પછી આ સફળતા નહોતી મેળવી શકી. હાલમાં આલિયાએ કપૂરપરિવાર સાથે 2019નું વેલકમ કર્યું હતું. આ સમયે આલિયા સતત રણબીર, નીતુ, રિશી, રિદ્ધિમા અને કપૂરપરિવારના બીજા સભ્યોની કંપનીની મજા માણતી જોવા મળી હતી. રણબીરની બહેન રિદ્ધિમાએ તો આ સેલિબ્રેશનની તસવીરો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડનું સૌથી ચર્ચાસ્પદ કપલ છે. બ્રહ્માસ્ત્રના સેટ્સ પર તેમની વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. રણબીરે એક ઈન્ટરવ્યુમાં જાહેર કર્યું કે બંને અત્યારે ડેટ કરી રહ્યા છે પણ કશું પણ કહેવા માટે હજુ ઘણુ વહેલુ છે. આલિયા ભટ્ટ દીપિકા પાદુકોણ સાથે કોફી વિથ કરણ પર આવી ત્યારે તેણે રણબીર સાથેની રિલેશનશીપ અંગે વાત કરી હતી. કપૂર અને ભટ્ટ પરિવારે પણ તેમના રિલેશનશીપ પર મંજૂરીની મહોર મારી દીધી છે. મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર રણબીર કપૂરે આલિયા ભટ્ટને તેના ફેમિલી ચેટ ગૃપમાં એડ કરી છે. આ ગૃપમાં રણબીરના માતા-પિતા રિશી કપૂર, નીતુ કપૂર, બહેન રિદ્ધિમા અને ફોઇ રીમા જૈન છે. આમ, રણબીરના આ ક્લોઝ ફેમિલી ગૃપમાં હવે આલિયા ભટ્ટનો સમાવેશ થઈ ગયો છે.
રણવીરની આગામી 'ગલી બોય'નો લેટેસ્ટ VIDEO છે જબરદસ્ત, ચાહકો થઈ જશે ફુલીને ફાળકો
હાલમાં આલિયાના પિતા મહેશ ભટ્ટે પણ આ સંબંધને જાહેરમાં સ્વીકાર્યો હતો. આ મામલે આલિયાને પૂછવામાં આવ્યું હતું કે રણબીર સાથે પોતાની રિલેશનશિપને પિતા દ્વારા મળેલી સ્વિકૃતિને કેવી રીતે જુએ છે. આલિયા ભટ્ટે કહ્યું કે ''તમે ભવિષ્યમાં કેમ જઇ રહ્યા છો? તમારે વર્તમાનમાં રહેવું જોઇએ. ઇમાનદારીથી કહું તો હું અંગે વાત કરવા માંગતી નથી.'' તેમણે કહ્યું કે ''મને શરમ આવે છે, પરંતુ હું મારા પિતાને પ્રેમ કરું છું અને તે કંઇપણ કહે છે કે તે મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે, પરંતુ હું આ અંગે કંઇ વાત કરવા માંગતી નથી.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે